મોરબી : મોરબી સીટી બી ડિવિઝન અને મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં ઈન્દીરાનગર, નવલખી રોડ અને મોરબી -હળવદ હાઇવે પર આઈટીઆઈ નજીક દરોડા પાડી ત્રણ મહિલા સહિત 14 આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે ઈન્દીરાનગર, મંગલમ વિસ્તારમાં દરોડો પાડી આરોપી સુંન્દરજીભાઈ ગજુભાઈ સાતોલા, પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી, સુખાભાઈ અમરશીભાઈ દેથરીયા અને સમીર નજીરમહમદ સંધવાણી રહે. તમામ ઈન્દીરાનગર, મંગલમ વિસ્તાર, ખારા પટમાં મોરબી વાળાઓને રોકડા રૂપિયા 11,400 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે હળવદ-મોરબી હાઇવે પર આઈટીઆઈ પાસે દરોડો પડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભાવેશભાઇ ધનજીભાઇ સાવરીયા,અજયભાઇ રમેશભાઇ સનાટ,પ્રકાશભાઇ ખેંગારભાઇ ડાભી અને રમણીકભાઇ મુળજીભાઇ સાવરીયા રહે. તમામ મોરબી હળવદ રોડ આઇ.ટી.આઇ. સામે વાળાઓને રોકડા રૂ.11,300 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે મોરબી તાલુકા પોલીસે નવલખી રોડ બ્રહ્મપુરી સોસાયટી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા મયુરભાઈ વસંતભાઈ ચાવડા, હાર્દિકભાઈ ભરતભાઈ દવે, કેતનભાઈ મનસુખભાઈ પંડ્યા, સોનલબેન અશ્વીનભાઈ ચાવડા, લાભબેન વસંતભાઈ ચાવડા અને દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાઉ રહે. તમામ નવલખી રોડ બ્રહ્મપુરી સોસાયટી મોરબી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7,930 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.