Tuesday - Aug 11, 2026

પતિ પરસ્ત્રી સાથે વાત કર્યાની શંકાથી મોબાઈલ તોડી નાખતા પત્નીનો ગળેફાંસો

પતિ પરસ્ત્રી સાથે વાત કર્યાની શંકાથી મોબાઈલ તોડી નાખતા પત્નીનો ગળેફાંસો

મોરબીના નારાણકા ગામેની ઘટનામાં માતાના અકાળે મોતથી ત્રણ સંતાનોનું માતાનું છત્ર ગુમાવ્યું


મોરબી : મોરબી તાલુકાના નારાણકા ગામે પતિ અન્ય કોઈ સ્ત્રી સાથે ફોનમાં વાતચીત કરતો હોવાની શંકાના આધારે પત્નીએ મોબાઈલ તોડી નાખતા ખેતશ્રમિક દંપતી વચ્ચે થયેલ ખટરાગમાં પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નારણકા ગામે જીતેન્દ્રભાઇ લખમણભાઇ મેરજાના વાડામા આવેલ ઓરડીમા રહી ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની કૈલાશબેન દેવેન્દ્રકુમાર પસાયાને ગઈકાલે તેમના પતિ દેવેન્દ્ર પર્વતભાઇ પસાયા કોઈ સાથે મોબાઈલમાં વાતચીત કરતા હોવાથી તેઓ સ્ત્રી સાથે વાત કરી રહ્યા હોવાની શંકા રાખી કૈલાસબેને મોબાઈલ તોડી નાખ્યો હતો અને બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકના 17 વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને ત્રણ સંતાનના માતા હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.