Monday - Sep 16, 2024

ટંકારામાં પુસ્તક પરબમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

ટંકારામાં પુસ્તક પરબમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

ટંકારામાં તાજેતરમાં પુસ્તક પરબમાં ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 3 વર્ષથી પુસ્તક પરબ આર્થિક રૂપે મદદ કરનાર મસોત ભારતીબેન મયંકભાઇ કે જે તેમના વ્હાલસોયા દીકરા રીધમના જન્મદિવસે પરબને પુસ્તકો લેવા માટે રોકડ ધનરાશિ આપી પુસ્તક પરબના કાર્યને પ્રોત્સાહિત કર્યું હતું. આથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ આ વર્ષે દીકરીના જન્મદિવસે સમાજને એક અલગ રાહ ચિંધનાર એવા હરીપરના રહેવાસી ભાગીયા નવલિકાબેન નીશિથભાઈ કે જેમણે તેમની દીકરી આરાધ્યાના જન્મદિવસે પરબને તેમની દીકરીના વજન જેટલા એટલે કે, 9 કિલો પુસ્તકો ભેટ આપ્યા હતા. તેમનું પણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષમાં શિક્ષક દિન આવતો હોય ટંકારામાં કર્તવ્યનિષ્ઠ શિક્ષક પાલરિયા રવજીભાઈ કે જે નિવૃત્ત હોવા છતાં શિક્ષણ જગત સાથે જોડાઈ કાર્ય કરે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જે પુસ્તક પરબ ટીમ માટે ગૌરવની બાબત છે.

ટંકારામાં પુસ્તક પરબમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો