મોરબીની નેસ્ટ કે-12 એજ્યુકેશન સ્કૂલ દ્વારા 15 ઓગસ્ટના રોજ વિધાર્થીઓ દ્વારા એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ દેશભક્તિના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા એનબીસીસીની રચના કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેની ઉજવણી મોંઘીદાટ ઉજવણી કરવાને બદલે સેવાકાર્ય કરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. દરમિયાન તાજેતરમાં વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ સ્કૂલના 100 જેટલા વિદ્યાર્થીઓએ 2500 ફૂલેર બનાવી વિદ્યાર્થીઓએ ડબ્બીમાં પેક કરી મોરબીના નાની વાવડી ગામે આવેલ કન્યા કુમાર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડીને આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.