માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે ખીમસાહેબની જગ્યાએ આગામી તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જીનામ યુવા મિત્ર મંડળ ઢોલ-ત્રાસા નાના દહીંસરા દ્વારા ૭ સપ્ટેમ્બરને ગોકુળ આઠમના દિવસે સવારે ૮ કલાકે નાના દહીંસરા ગામના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે બપોરે ૧૦ કલાકે ખીમસાહેબની જગ્યા ખાતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમગ્ર કાર્યક્રમનો લ્હાવો લેવા જીનામ યુવા મીત્ર મંડળ અને નાના દહીંસરા ગામની સમસ્ત ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.