મોરબી તાલુકા યુવા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લાના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા અને ખેલાડીઓને રમતમાં ઉજળી તકો પુરી પાડવા માટે આગામી તા.3 સપ્ટેમ્બરને રવિવારે યુનિક સ્પોર્ટ્સ એકેડેમી, રવાપર ઘુંનડા રોડ ઉપર મોરબી ખાતે મોરબી જિલ્લા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કબડ્ડીની 6 લીગ મેચ રમાશે અને મોરબી જિલ્લાની કબડ્ડીની ટિમો ઉત્સાહભેર ભાગ લેશે.આ તકે મુખ્ય મેહમાન તરીકે મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુલ્લભજીભાઈ દેથારિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઇ સોમાણી મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ઉપસ્થિત રહેશે.