Monday - Jun 29, 2026

મોરબીને બહોત કુછ દિયા હે, ઉસમેં સે થોડા બહોત લોટાકર હમ અપને આપ કો ભાગ્યશાલી સમજતે હે

મોરબીને બહોત કુછ દિયા હે, ઉસમેં સે થોડા બહોત લોટાકર હમ અપને આપ કો ભાગ્યશાલી સમજતે હે

અનેક રાજ્યોમાંથી મોરબીમાં સ્થાયી થઈ ભારે સંઘર્ષથી પેસે ટકે સુખી થતા 25 શિક્ષિત પરપ્રાંતીય મહિલાઓની ગરીબ બાળકોના શિક્ષણ, જરૂરિયાતમંદોને રાશન કીટ, કપડાં, દવા, સારવાર તેમજ વિકલાંગોને વહીલચેર સહિતની સેવાપ્રવૃત્તિ

(અશ્વિન રાઠોડ " રાઠોડ") : મોરબીના સીરામીક ઉધોગમાં અનેક રાજ્યોમાંથી વર્ષોથી સંઘર્ષ કરીને હવે આર્થિક રીતે સુખી સંપન્ન થનાર પરપ્રાંતીય પરિવારોના 25 જેટલા શિક્ષિત મહિલાઓએ પોતાનાથી બનતી સેવા કરીને બીજાનું ભલું કરવા પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી પ્રાંત, જાતિ અને ધર્મથી પણ માનવતા સર્વોપરી હોવાનું ચરિતાર્થ કર્યું છે.
 
મોરબીને બહોત કુછ દિયા હે, ઉસમેં સે થોડા બહોત લોટાકર હમ અપને આપ કો ભાગ્યશાલી સમજતે હે

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા નીતુબેન શર્મા, જ્યોતિબેન શર્મા, શિખાબેન જૈન, શિખાબેન ચૌધરી, નૂપુરબેન વર્મા, ગીતાબેન મિતલ, વંદનાબેન શર્મા, પ્રતિબેન ગડમ અને ડિમ્પલબેન સહિતના 25 પરપ્રાંતીય શિક્ષિત મહિલાઓ વર્ષોથી દર ઉનાળે ત્રાજપર હાઇવે હોવાથી વટેમાર્ગુઓને લિબુ સરબત અને ઠંડુ પાણી પીવડવાની સેવા કરતા હોય ત્યારે આ તમામ મહિલાઓને હકારાત્મક વિચાર આવ્યો હતો કે, વર્ષો પહેલા નોકરી ધંધા માટે મોરબી આવ્યા હતા. તેમની પાસે કઈ ન હતું. જ્યારે આજે તેમના પતિના સંઘર્ષ અને ભગવાનની કૃપાથી ઘરનું ઘર, ગાડી સહિતની તમામ વૈભવી સુખ સગવડો છે. તેથી મોરબીએ આપણને અપાર ઘન દોલત અને વૈભવી સુખ આપ્યું, તેનું ઋણ અદા કરવા આપણે બીજાનું ભલું કરવું જોઈએ. આમ પણ ભગવાને આપણને બીજાને મદદરુપ થવા નિમિત્ત બનાવ્યા છો તો બીજાનું ભલું કેમ ન કરીએ ? અને આપણા ધનમાંથી થોડું દાન કરવાથી કોઈના ચહેરા પર સ્મિત લાવીએ તો એનાથી એકેય મોટું પરોપકારી કાર્ય નથી. આથી આ મહિલાઓએ ઉમ્મીદ આશા કી કિરણ સંગઠન હેઠળ ગરીબ બાળકોને ભણવા માટે શેક્ષણિક કીટ, ગરીબોને દર મહિને રાશન કીટ, વિકલાંગોને વહીલચેર સહિત દર્દી નારાયણને દવા સારવાર સહિતની જે કઈ પણ જરૂરિયાત હોય એ સુવિધા પૂરી પાડે છે.

કોઈ પાસે મદદનો હાથ લાંબો કર્યો જ નથી
 
મોરબીને બહોત કુછ દિયા હે, ઉસમેં સે થોડા બહોત લોટાકર હમ અપને આપ કો ભાગ્યશાલી સમજતે હે

શિક્ષિત મહિલાઓ એલ ઇ કોલેજ રોડ ઉપર ઝૂંપટપટ્ટીના બાળકોને ભણવા માટે પુસ્તકો સહિતની તમામ શૈક્ષણિક કીટ, અલગ અલગ સ્થળે નિરાધારોને રાશન કીટ, દિવ્યાંગોને વહીલચેર, અનાથ આશ્રમમાં ભોજન કરાવી સ્ટેશનરી, વૃદ્ધાશ્રમના વૃદ્ધો સહિતના તમામ.જરૂરિયાતમંદોને રાશન કીટ, કપડાં સહિતની તમામ  જીવન જરૂરી ચીજવસ્તુઓ આપે છે. આ સેવા માટે કોઈની પાસે દાન માટે હાથ લાંબો કરતા નથી. બલ્કે ખુદ મહિલાઓ એ બધા જ સેવાકાર્યનો ખર્ચો જાતે જ ઉઠાવે છે. તેઓ દ્રઢપણે માને છે કે, પોતાની કમાણીમાંથી થોડી ઘણી રકમથી બીજાના ચહેરા ઉપર મુસ્કાન આવે અને એ જોઈને આપણો અંતર આત્મા ખુશ થાય એવી ખુશી બીજાના પૈસાથી મળતી નથી.

કર્મચારીમાંથી ચાર ચાર કંપનીના પાર્ટનર
 
મોરબીને બહોત કુછ દિયા હે, ઉસમેં સે થોડા બહોત લોટાકર હમ અપને આપ કો ભાગ્યશાલી સમજતે હે

નિતુબેન શર્મા કહે છે કે,તેઓ મૂળ યુપીના છે. જો કે તેઓ અને તેમના પતિ રાજકુમાર શર્મા અને તેમના ગ્રુપના તમામ મહિલાઓ તેમજ તેમના પતિ વેલ એજ્યુકેટેડ છે. આમાંથી મોટાભાગના મહિલાઓ અહીં શિક્ષિકા તરીકે જોબ કરે છે અને તેમના પતિ સીરામીકના મેનેજર સહિતના ઉચ્ચ પદ ઉપર છે. જેમાં નિતુબેન અને તેમના પતિ 15 વર્ષ મોરબી આવ્યા ત્યારે ભાડાનું મકાન અને સીરામીકમાં એક કર્મચારીની નોકરી હતી. આજે તેમના પતિ ચાર ચાર કંપનીના પાર્ટનર છે.