બે શખ્સોએ લાજવાને બદલે ગાજીને લાકડાના ધોકા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ચોંકાવનારા બનાવમાં પિતાની હત્યાના બનાવમાં ફરિયાદ નોંધાવનાર યુવકને ગામના જ બે શખ્સોએ હત્યા કેસ અંગે પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધોકા વડે હુમલો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા વિશાલભાઈ વેરસીભાઈ દુધરેજીયાના પિતાની હત્યાના બનાવમાં વિશાલભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેથી આરોપી મેહુલ સુરેશ છોગાળા અને આરોપી રમેશ ઠાકરશીભાઈ છોગાળાએ ગઈકાલે રાત્રે ફરિયાદી વિશાલભાઈને હત્યા કેસ પાછો ખેંચવાનું કહી ગાળો આપી ઝઘડો કરી બાદમાં લાકડાના ધોકા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.