Monday - Jun 29, 2026

મોરબીના કારખાનામાં પેપર રોલ ઉતારતી વખતે ભારેખમ પેપર રોલ માથા પર પડતા યુવાનનું મોત

મોરબીના કારખાનામાં પેપર રોલ ઉતારતી વખતે ભારેખમ પેપર રોલ માથા પર પડતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરા પ્રિન્ટ પેક નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સૂરજ રાજુભાઇ ભિલાડા ઉ.વ.21 નામનો યુવક ગત તા.27ના રોજ કારખાનામાં પેપર રોલ ઉતારતો હતો ત્યારે વજનદાર પેપર રોલ માથા પર પડતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન સૂરજનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.