Friday - Jul 10, 2026

વનાળીયા પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરી ભવિષ્યના સંકલ્પો કરવામાં આવ્યા

વનાળીયા પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરી ભવિષ્યના સંકલ્પો કરવામાં આવ્યા

મોરબી:- મોરબીના ​વનાળીયા પ્રાથમિક શાળામાં, SMC શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવી છે જેમાં વાલીઓ અને શિક્ષકોની સહભાગીતાથી શાળાના વિકાસ માટે મહત્વનું પગલું ભરતા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારી અધિનિયમ-૨૦૦૯ અંતર્ગત શાળા વ્યવસ્થાપન સમિતિ એસ.એમ.સી રચના કરવામાં આવી છે.

ગામની શાળાનો વિકાસ તથા બાળકોમાં શિક્ષણમાં સ્તર સુધારવા માટે ગ્રામીણ શિક્ષણ સમિતિ જાગૃત સક્રિય હશે તો પરિણામ ચોક્કસ મળશે,એ હેતુ ને સાર્થક કરવા માટે વનાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય, ગામના સરપંચ ને સાથી સભ્યો, તાલુકા પંચાયતના સદસ્ય, સમગ્ર શિક્ષકગણ, ઉત્સાહી વાલીઓ વિગેરે હાજરીમાં SMCની રચના કરવામાં આવેલ છે.
 

વનાળીયા પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરી ભવિષ્યના સંકલ્પો કરવામાં આવ્યા
વનાળીયા પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરી ભવિષ્યના સંકલ્પો કરવામાં આવ્યા

​SMC સભ્યોની યાદી વર્ષ 2026-27 નીચે મુજબ છે.

​૧ સુમરા હાજીભાઇ અધ્યક્ષ
૨ જાનવા ભરતભાઇ સભ્ય સચિવ આચાર્ય
૩ પરમાર ઇમરાનભાઇ ઉપાધ્યક્ષ
૪ સુમરા નસીમબેન શિક્ષણ વિદ્
૫ સદાતિયા પિયુષભાઇ શિક્ષક
૬ વિલપરા નારણભાઇ ગ્રામ પંચાયત સભ્ય
૭ સુમરા હનીફભાઇ વાલી સભ્ય
૮ નકુમ અશોકભાઈ વાલી સભ્ય
૯ વાધેલા અમીતભાઇ વાલી સભ્ય
૧૦ કંઝારિયા હિતેશભાઇ વાલી સભ્ય
૧૧ લુઢર રૂકશાનાબેન વાલી સભ્ય
૧૨ વાધેલા ગિરીશભાઇ વાલી સભ્ય
૧૩ પલાસીયા સમીયાબેન વાલી સભ્ય
૧૪ સુમરા શરીફાબેન વાલી સભ્ય
૧૫ કંઝારિયા મીનાબેન વાલી સભ્ય
૧૬ ચીચોદરા શીરીનબેન વાલી સભ્ય
૧૭ કોગતીયા હેતલબેન વાલી સભ્ય
૧૮ અજાણા જશુબેન વાલી સભ્ય
૧૯ સુમરા જાયદાબેન વાલી સભ્ય
૨૦ વાધેલા ભાવિકાબેન વાલી સભ્ય

​આગામી સમયમાં અમારા સંકલ્પ

​બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.​શાળાને સ્વચ્છ સુવ્યવસ્થિત અને સુરક્ષિત વાતાવરણ આપવું.
​ગામના બાળકો ગામની સરકારી શાળામાં જ નામાંકન કરાવા પ્રવેશ અપાવા જનજાગૃતિ દ્વારા પહેલ કરવી.​સરકારની વિવિધ યોજનાઓ પરિચય તેમનો લાભ દરેક વાલીઓ બાળકને થાય તેવા પ્રયાસો કરવા,
​રમત ગમત યોગ શારીરિક વિકાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવી.
​સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને સર્જનાત્મક કાર્યક્રમોને પ્રોત્સાહન આપી, ​જરૂરી શૈક્ષણિક સાધનો, પુસ્તકો, ડિજિટલ સાધનો, અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.

તમને જણાવી દઈએ કે ​રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતના શૈક્ષણિક માળખામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તેનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, આ નીતિમાં શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ  ભાગ ભજવતી હોય છે.

SMC જે વાલીઓ શિક્ષકો અને સમાજના સહકારથી બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતી સમિતિ છે.
 

વનાળીયા પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના કરી ભવિષ્યના સંકલ્પો કરવામાં આવ્યા