Friday - Jun 26, 2026

હરબટીયાળી પ્રા. શાળામાં “ભગવદ્ ગીતા”થીમથી શાળા પ્રવેશોત્સવ:

હરબટીયાળી પ્રા. શાળામાં “ભગવદ્ ગીતા”થીમથી શાળા પ્રવેશોત્સવ:

બાળવાટિકામાં ધાર્મિક સંસ્કારો સાથે ભૂલકાઓનું સ્વાગત

ટંકારા: ટંકારા તા. ૨૫ જૂન – ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં આ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બાલવાટિકાના નાના ભૂલકાઓને “ભગવદ્ ગીતા” થીમ આધારિત પ્રવેશ અપાવી ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો. 

મહાનુભાવોની ઉપસ્થિતિ 

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરિયા અને ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આગેવાનો, શિક્ષણવિદો, વાલીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

“ભગવદ્ ગીતા” થીમનું આકર્ષણ

બાલવાટિકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ જણાવ્યું કે, “બાલવાટિકા એ શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. જો પ્રારંભિક સ્તરે જ બાળકોમાં ધાર્મિક સંસ્કારો અને મૂલ્યોનું પ્રત્યારોપણ થાય તો બાળકો આપણી સંસ્કૃતિને જાણે અને સારા સંસ્કારો કેળવાય.” આ હેતુથી પ્રવેશ મેળવનાર દરેક બાળકને સફેદ રંગનું ટી-શર્ટ પહેરાવવામાં આવ્યું હતું. 

 

હરબટીયાળી પ્રા. શાળામાં “ભગવદ્ ગીતા”થીમથી શાળા પ્રવેશોત્સવ:
હરબટીયાળી પ્રા. શાળામાં “ભગવદ્ ગીતા”થીમથી શાળા પ્રવેશોત્સવ:

ટી-શર્ટની આગળના ભાગે ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી અલગ-અલગ એક-એક શ્લોક છાપવામાં આવ્યો હતો, જ્યારે પાછળના ભાગે “ॐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર અંકિત કરવામાં આવ્યો હતો. બાળકોનું કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રશંસનીય પહેલ
આ અનોખા આયોજનને ઉપસ્થિત મહેમાનો, શાળાના આચાર્ય, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ બિરદાવ્યું હતું. જિલ્લા પંચાયત હરબટીયાળી પ્રા. શાળામાં પ્રમુખ ગીતાબેન દુબરિયાએ જણાવ્યું કે, “શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તે સમયની માંગ છે. હરબટીયાળી શાળાએ આ દિશામાં સરાહનીય પગલું ભર્યું છે.”

કાર્યક્રમના અંતે વાલીઓએ પણ શાળાના આ પ્રયાસને આવકાર્યો હતો અને બાળકોના ચહેરા પરની ખુશીએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું.