Sunday - May 03, 2026

હળવદના સુંદરીભવાનીમાં જૂની અદાવતનો ખાર રાખી છ શખ્સોએ મધરાતે પરિણીતાના ઘરમાં ઘુસી તોડફોડ કરી આંતક મચાવ્યો

હળવદના સુંદરીભવાનીમાં જૂની અદાવતનો ખાર રાખી છ શખ્સોએ મધરાતે પરિણીતાના ઘરમાં ઘુસી તોડફોડ કરી આંતક મચાવ્યો

આરોપીઓએ પરિણીતાને તેના પતિને જાનથી મારી નાખવા ધમકી આપી

હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વાડીના રસ્તા મુદ્દે અગાઉ બોલાચાલી ઝઘડો થતા આ બાબતનો ખાર રાખી છ આરોપીઓએ અડધી રાત્રે પરિણીતાના ઘરમાં ઘુસી પતિની ગેરહાજરીમાં ઘરમાં તોડફોડ કરી રૂ.30 હજારનું નુકશાન કરી પતિને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.


પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા સુરજબેન રાજુભાઇ સોલંકી ઉ.36 નામના પરિણીતાએ આરોપી જીલાભાઈ બાવલભાઈ સોલંકી, પ્રતાપ જીલાભાઈ સોલંકી, ઘનશ્યામ બાવલભાઈ સોલંકી તેમજ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિને અગાઉ તા.29 એપ્રિલના રોજ વાડીના રસ્તા બાબતે બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખી ગતરાત્રીના આરોપીઓ બે વાગ્યે સુરજબેનના ઘરે આવ્યા હતા.આ સમયે તેમના પતિ હાજર ન હોય આરોપીઓએ ઘરમાં કુહાડાના ઘા મારી ઘરમાં ઘુસી આવી પાણીની ગેંડી, ઘરઘંટીઝ ફ્રીઝ, ડ્રેસિંગ તેમજ કબાટમાં આડેધડ લાકડીના ઘા મારી અંદાજે 30 હજારનું નુકશાન કરી પતિ રાજુભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.