મોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સરપંચ પદે પાણીની ટાંકીનું નિશાન પર લડેલા તૃપ્તિબેન નટવરલાલ રાઘવાની વિજેતા બન્યા છે. તૃપ્તિબેન રાઘવાનીની 248 મતે જીત થઈ છે. આ ઉપરાંત ધૂળકોટ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 1 સિવાય તમામ વોર્ડ સમરસ થયા હતા. જ્યારે વોર્ડ નંબર 1માં વિઠ્ઠલભાઈ અરજણભાઈ પરમારનો 15 મતે વિજય થયો છે. જીત બાદ સમર્થકોએ ઢોલ વગાડીને સરપંચ પદના ઉમેદવાર અને સભ્યને વધાવી લીધા હતા અને જીતની ઉજવણી કરી હતી.