Sunday - Jul 05, 2026

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તાલીમ, ફાયર સેફ્ટી ચેકિંગ અને સમર્પણ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈ.

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તાલીમ, ફાયર સેફ્ટી ચેકિંગ અને સમર્પણ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈ.

મોરબી : મહાનગરપાલિકાની ફાયર શાખાની સક્રિયતા, તાલીમથી લઈને મોકડ્રીલ સુધી વ્યાપક કામગીરી
મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તારીખ 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન ફાયર પ્રિવેન્શન અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન શહેરની 5 ઈન્ડસ્ટ્રીઝમાં કુલ 90 કામદારોને આગથી બચાવ અને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, સમાજવાડી, કોમ્પ્લેક્ષ તેમજ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી. ફાયર એનઓસી ન ધરાવતા બિલ્ડિંગોને નોટીસ આપવામાં આવી અને જરૂરી ફાયર સેફ્ટી સૂચનાઓ તથા ગાઈડલાઈન આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના અનુસંધાને શહેરના 172 કોમ્પ્લેક્ષ અને 34 સમાજવાડીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી એપ્રુવલ માટે 4 નવી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેને આર.એફ.ઓ કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.
સમર્પણ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈ
તારીખ 27 જાન્યુઆરીના રોજ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે આગની મોકડ્રીલ યોજવામાં આવી હતી. હોસ્પિટલ સંચાલક દ્વારા આગ લાગવાની અને બે વ્યક્તિ ફસાઈ હોવાની જાણ થતાં મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવી હોસ્પિટલના બીજા માળે ફસાયેલા બે વ્યક્તિને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફત અન્ય હોસ્પિટલ ખસેડ્યા હતા.
અંતે આ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર થતા હોસ્પિટલ સ્ટાફ અને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આગ કે અન્ય દુર્ઘટના સમયે કેઝ્યુલિટી બચાવની પ્રક્રિયા અંગે સ્ટાફને સજ્જ બનાવવાનો હતો. મોકડ્રીલ દરમિયાન ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક રેસ્ક્યુ ક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં 2 રેસ્ક્યુ કોલ તથા 1 આગની ઘટનામાં ફાયર વિભાગના જવાનોએ સંપૂર્ણ PPE કિટ પહેરી આગ સામે કામગીરી કરી હતી. કોઈ પણ આગ કે ઈમરજન્સી સમયે મોરબીવાસીઓને ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર 02822-230050, 101 અથવા 112 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.