મોરબી : મોરબીની રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં ૭૭ માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામમાં સૌથી વધુ ભણેલી શિક્ષિત બે દીકરીઓ સ્નેહા પાંચોટિયા અને શ્વેતા માકાસણાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. બંને દીકરીઓને શાળ ના આચાર્ય સરડવા મણિલાલ વાલજીભાઈએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી. શાળાની વિધાર્થીની દષ્ટિ અને ચાર્મીએ પ્રજાસત્તાક પર્વ ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. દરેક ધોરણના બાળકો માટે અલગ અલગ રમત ગમતનું આયોજન મદદનીશ શિક્ષક વિનુભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક રમતમાં પ્રથમ ત્રણને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજલ લેમિનેટ પ્રા.લી. તરફથી બધા માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દાતાઓ તરફથી દાનની સરવાણી વહેડાવવામાં આવી હતી. છેલ્લે આભાર વિધિ આદ્રોજા ગજાનન અમરશીભાઈ દ્વારા કરવામાં આવી હતી.