Tuesday - Sep 22, 2026

મોરબી નજીક નેશનલ હાઇવે પર વચ્ચે પડેલું ટ્રેલર હટાવાયું, મોટા અકસ્માતની દહેશત ટળી

મોરબી નજીક નેશનલ હાઇવે પર વચ્ચે પડેલું ટ્રેલર હટાવાયું, મોટા અકસ્માતની દહેશત ટળી

રાત્રે હાઇવે પર હજારો વાહનોની અવરજવર વચ્ચે અંધકારમાં દૂરથી અકસ્માતગ્રસ્ત ટ્રેલર ન દેખાય તેવી સ્થિતિ સર્જાતા ટ્રાફિક બ્રિગેડે ક્રેનની મદદથી વાહન સાઇડમાં ખસેડ્યું

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રાણેકપર ગામના પાટિયા પાસે કેલ્ડરિઝ તેમજ ઇબ્ઝા કંપનીના ગેટ સામે રાત્રિના સમયે એક ભારે વાહન ટ્રેલર અકસ્માતગ્રસ્ત હાલતમાં રોડની વચ્ચોવચ્ચ પડેલું જોવા મળ્યું હતું. હાઇવે પર રાત્રિના સમયે મોટા ટ્રક, ટ્રેલર, ડમ્પર સહિત કારની સતત અવરજવર રહેતી હોય છે. તેમાં પણ અંધકાર વચ્ચે રોડની વચ્ચોવચ્ચ પડેલું ટ્રેલર દૂરથી વાહનચાલકોને નજરે ન પડે તો તેની સાથે અન્ય વાહન અથડાવાથી ગંભીર અકસ્માત સર્જાવાની દહેશત ઊભી થઈ હતી.

મોરબી નજીક નેશનલ હાઇવે પર વચ્ચે પડેલું ટ્રેલર હટાવાયું, મોટા અકસ્માતની દહેશત ટળી

અકસ્માતના બનાવની જાણ થતાં ટ્રાફિક શાખાના પીએસઆઇ ડી.બી. ઠાકર, હેડ કોન્સ્ટેબલ અમુભાઈ મિયાત્રા તેમજ ટોલનાકાના પૃથ્વીરાજસિંહ, દિગ્વિજયસિંહ અને તેમની ટીમ રાત્રે સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા નેશનલ હાઇવેની વઘાસિયા ટીમનો સંપર્ક કરી તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત ટ્રેલર આસપાસ સુરક્ષા માટે સેફ્ટી કોન ગોઠવવામાં આવ્યા હતા, જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકોને રોડ વચ્ચે પડેલા વાહન અંગે સાવચેતી રાખી શકાય.
 
મોરબી નજીક નેશનલ હાઇવે પર વચ્ચે પડેલું ટ્રેલર હટાવાયું, મોટા અકસ્માતની દહેશત ટળી

ત્યારબાદ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને રોડની વચ્ચેથી સાઇડમાં ખસેડવામાં આવ્યું હતું. સમયસર ટ્રેલર હટાવી દેવામાં આવતા હાઇવે પર સર્જાયેલી જોખમી સ્થિતિ દૂર થઈ હતી અને પાછળથી આવતા વાહનો અકસ્માતગ્રસ્ત ટ્રેલર સાથે અથડાવાની શક્યતા ટળી હતી. બનાવમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી, જ્યારે ટ્રેલર અકસ્માતગ્રસ્ત કેવી રીતે બન્યું તેની ચોક્કસ વિગતો સામે આવી નથી.ત્યારબાદ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને રોડની વચ્ચેથી સાઇડમાં ખસેડવામાં આવ્યું હતું. સમયસર ટ્રેલર હટાવી દેવામાં આવતા હાઇવે પર સર્જાયેલી જોખમી સ્થિતિ દૂર થઈ હતી અને પાછળથી આવતા વાહનો અકસ્માતગ્રસ્ત ટ્રેલર સાથે અથડાવાની શક્યતા ટળી હતી. બનાવમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી, જ્યારે ટ્રેલર અકસ્માતગ્રસ્ત કેવી રીતે બન્યું તેની ચોક્કસ વિગતો સામે આવી નથી.