Monday - Sep 21, 2026

NCSC અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા સાથે મોરબીના પ્રતિનિધિમંડળની શુભેચ્છા મુલાકાત

NCSC અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા સાથે મોરબીના પ્રતિનિધિમંડળની શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હીઃ ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)ના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા સાથે નવી દિલ્હી ખાતે મોરબી જિલ્લાના પ્રતિનિધિમંડળે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, યુવા ઉદ્યોગપતિ ઉમ્મેદકુમાર ચૌધરી અને યુવા લેખક પરમ જોલાપરા સામેલ હતા.

બેઠક દરમિયાન સામાજિક સમરસતા સુદ્રઢ કરવા, RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજ જાગરણ-સેવા કાર્યો અને દેશના વિકાસમાં કાયદા તથા ઉદ્યોગ ક્ષેત્રે યુવાનોની ભૂમિકા જેવા મહત્વના મુદ્દાઓ પર અર્થસભર ચર્ચા થઈ હતી.

કિશોરભાઈ મકવાણાએ પ્રતિનિધિમંડળના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી સામાજિક ન્યાય માટે કાર્યરત રહેવા પ્રેરણા આપી હતી, જે બદલ સૌએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

NCSC અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા સાથે મોરબીના પ્રતિનિધિમંડળની શુભેચ્છા મુલાકાત