મોરબી: સમાજમાં સાર્થક સંદેશ અને પરિવર્તન લાવવાના આશય સાથે 'ધ બિંદી પ્રોજેક્ટ' દ્વારા રક્ષાબંધન નિમિત્તે "ઉદ્દેશ્યપૂર્ણ કવિતા દ્વારા પ્રેરિત પરિવર્તન" વિષય અંતર્ગત ઓપન ગુજરાત કાવ્ય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક જાણીતા તેમજ નવોદિત કવિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોની વિવિધ રચનાઓ વચ્ચે મોરબી જિલ્લાના જાણીતા યુવા સાહિત્યકાર નર્મદા નંદન કવિ ‘જલરૂપ’ની રચનાએ નિર્ણાયકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે ઉત્કૃષ્ટ કાવ્ય પ્રસ્તુતિ સાથે સમગ્ર રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુવા કવિની આ સિદ્ધિ બદલ સાહિત્ય જગતના અગ્રણીઓ, પરિવારજનો અને મિત્રો તરફથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે, જેનાથી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધ્યું છે.