Wednesday - Aug 19, 2026

મોરબી નજીક ટ્રેઇલર હડફેટે બાઈક ચાલકનો હાથ કપાયો

મોરબી નજીક ટ્રેઇલર હડફેટે બાઈક ચાલકનો હાથ કપાયો

મોરબી તાલુકાના જુના જાંબુડિયાથી મોટર સાયકલ લઈ કાલિકાનગર તરફ જઈ રહેલા શિવલાલભાઈ વસ્તાભાઈ બોસિયા ઉ.62 નામના વૃદ્ધને જુના જાંબુડિયા નજીક આવેલ સેગ્વે સિરામિક ફેકટરી પાસે આરજે - 07 - જીડી - 9912 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે હડફેટે લેતા ટ્રેલરના વ્હીલ નીચે શિવલાલભાઈનો હાથ આવી જતા ડાબો હાથ કોણીથી ઉપરના ભાગ સુધી કપાઈ ગયો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.