મોરબી : માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામથી ભીમસર ચોકડી જવાના રસ્તે બાઈક લઈને જઈ રહેલા વિકાસસેન રામજસસેન નાઈ ઉ.25નું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.