વાંકાનેરના લક્ષ્મીપરામાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રૂપિયા 50 - 100 જેવી મામુલી રકમની લેતી દેતી પ્રશ્ને ઝઘડો કરી આરોપીએ યુવાનને માર મારી લાકડાના ધોકા ફટકારી બાદમાં બાઈક સળગાવી નાખી નુકશાન પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર શહેરના મોમીનપરા વિસ્તારમાં રહેતા સબીરભાઈ ઈબ્રાહીમભાઈ ભદ્રાસિયા ઉ.વ.29 નામના યુવકે આરોપી કોનેનમહમદ ઉર્ફે ટીકડી યાસીનભાઈ બ્લોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સાથે 50 - 100 રૂપિયાની રકમની લેતી દેતી મામલે ઝઘડો થતા આરોપીએ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે તેમજ તલવારના ઘા કરી મોટર સાયકલમાં નુકશાન કરી મોટર સાયકલ સળગાવી દીધું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.