Saturday - May 16, 2026

વાંકાનેરના તીથવા ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

વાંકાનેરના તીથવા ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વોકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી મુનાભાઈ લખમણભાઈ સીતાપરા રહે.તિથવા ધાર વાળાને 80 લીટર આથો, 10 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો અને 40 હજારના એક બાઈક સહિત કુલ રૂ.46,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન એક અજાણ્યો શખ્સ નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.