Wednesday - Aug 19, 2026

વાંકાનેરના મહિકા ગામે જુગાર રમતા 9 ઝબ્બે

વાંકાનેરના મહિકા ગામે જુગાર રમતા 9 ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મહિકા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અમરશીભાઇ વેલાભાઇ સાકરિયા ઉદયભાઇ કિરીટભાઇ પઢારીયા, લાખાભાઇ પુંજાભાઇ ધોળકીયા, વિનોદભાઇ લાલજીભાઇ ધોળકીયા, ભુદરભાઇ ગોવિંદભાઇ ચાવડા, કરશનભાઇ ધરમશીભાઇ ધરજીયા, દિનેશભાઇ સુખાભાઇ મુંધવા, કાળુભાઇ ઉર્ફે હસમુખભાઇ મગનભાઇ દેવીપુજક અને વશરામભાઇ વાલજીભાઇ ચૌહાણને રોકડા રૂપિયા 14,700 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.