Saturday - Oct 03, 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામે વીજ લાઈનને અડી જતા યુવાનનું મોત

ટંકારાના મેઘપર ઝાલા ગામે વીજ લાઈનને અડી જતા યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા ઉ.32 નામના યુવક પોતાની ડભોડિયા સીમમાં આવેલ વાડીએ હતા ત્યારે વાડીમાં ગોડાઉનની સીડી ઉપર ચડતી વેળાએ ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નિપજ્યુ હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.