Sunday - Apr 26, 2026

મોરબી નજીક કેનાલમાં પાણી પીતી વખતે ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબી નજીક કેનાલમાં પાણી પીતી વખતે ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબી - હળવદ હાઇવે પર ઉંચી માંડલ નજીક ત્રણેક દિવસ પૂર્વે કેનાલમાં પાણી પીવા ગયેલ યુવકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ મોરબી ફાયર બ્રિગેડે ગઈકાલે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

મોરબી - હળવદ હાઇવે પર ઉંચી માંડલ નજીક આવેલ કેનાલમાં લાશ પડી હોવાનું સામે આવતા મોરબી ફાયર બ્રિગેડે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સંજયભાઈ વિનુભાઈ જસમૂલીયા ઉ.વ.20 રહે.નવલખી ફાટક, પરશુરામ મંદિર પાસે, મોરબી ખાતે રહેતો હોવાનું અને ત્રણેક દિવસ પહેલા મૃતક યુવક કેનાલમાં પાણી પીવા જતા પડી ગયો હોવાથી પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.