ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા શહેરની લતીપર ચોકડી ખાતે આવેલ શોપિંગ સેન્ટરના પાર્કિંગના સુતેલા મહિલા પર પાંચ દિવસ પૂર્વે રાત્રીના સમયે બેકાબુ કાર ચાલકે અકસ્માત સર્જી કાર મહિલાના શરીર પર ચડાવી દેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ સુપર માર્કેટના પાર્કિંગના ગત તા.20ના રોજ રાત્રીના સમયે કંચનબેન વિશાલભાઈ સચાણીયા સુતા હતા ત્યારે જીજે - 36 - એલ - 8411 નંબરના કાર ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી કંચનબેનના શરીર પર કાર ચડાવી દેતા કંચનબેનને મોઢાના ભાગે તેમજ ખભાના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે કંચનબેનની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.