Saturday - Oct 03, 2026

મોરબીની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા યુવાને જીવાદોરી ટૂંકાવી

મોરબીની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા યુવાને જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા આશાસ્પદ યુવક દીપ અરવિંદભાઈ ભટ્ટ ઉ.વ.27 નામના યુવકે ગઈકાલે બપોરના સમયે પોતાના ઘેર અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.