મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ ચુનિભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા અજયભાઈ પોપટભાઈ રાઠોડ ગઈકાલે સાંજના સમયે પોતાની વાડીએ આવેલ ખેત તલાવડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.