Saturday - Sep 26, 2026

દીકરીઓએ અગ્નિદાહ આપી નિભાવી પુત્રસમ ફરજ: સમાજને નવી રાહ ચીંધતો મોરબીનો પ્રેરણાદાયી કિસ્સો

દીકરીઓએ અગ્નિદાહ આપી નિભાવી પુત્રસમ ફરજ: સમાજને નવી રાહ ચીંધતો મોરબીનો પ્રેરણાદાયી કિસ્સો

રૂઢિગત માન્યતાઓને બાજુ પર મૂકીને મોરબીમાં ત્રણ દીકરીઓએ પિતા પ્રત્યેની ઉત્કૃષ્ટ ફરજ અને ઋણ અદા કરી સમાજ સમક્ષ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દીકરીઓએ અગ્નિદાહ આપી નિભાવી પુત્રસમ ફરજ: સમાજને નવી રાહ ચીંધતો મોરબીનો પ્રેરણાદાયી કિસ્સો

મોરબી: મોરબી જિલ્લા પંચાયતના કર્મચારી પૂજાબેન પંડ્યાના પિતા નવીનચંદ્ર લાભશંકર પંડ્યાનું અવસાન થતાં, પરિવારમાં કોઈ પુત્ર ન હોવાથી પૂજાબેન તેમજ તેમની બહેનો ધારાબેન અને નેહાબેને સાથે મળીને પિતાની તમામ અંતિમવિધિ સંપન્ન કરી મુખાગ્નિ આપ્યો હતો. દીકરો જ મોક્ષ અપાવી શકે એવા વર્ષો જૂના સામાજિક વહેમને તોડી આ ત્રણેય દીકરીઓએ સાબિત કરી બતાવ્યું કે સંતાન તરીકે દીકરો હોય કે દીકરી, માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, આદર અને અંતિમ ફરજ સમાન હોય છે. આ નિર્ણય માત્ર પિતા પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ નથી, પરંતુ સમગ્ર સમાજની વિચારસરણીને નવી દિશા આપતું એક પરિપક્વ પગલું છે.