મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે સંજીતકુમાર વિવેક કરણસિંગ આહીરવાડ ઉ.વ.18 નામના યુવકને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઇલેક્ટ્રિક. શોર્ટથી યુવાનનું કરુણ મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.