માળીયા મિયાણા: માળીયા મીયાણાના મોટા દહિસરા ગામે મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સેવા કાર્યોના ભાગરૂપે આજરોજ જે.બી. કોટિચા પ્રાથમિક શાળામાં ત્રીજા તબક્કામાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના સંચાલક વર્ષાબેન વાળા તથા જે.બી. રાજ્યગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી ન્યુમિસમેટિક ક્લબના સભ્યો મિતેષભાઈ દવે, દર્શનભાઈ દવે, યુગભાઈ દવે, ઉમેંદભાઈ ચૌધરી સહિતનાઓએ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી.
કીટ વિતરણ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને બિસ્કિટના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સામગ્રી મેળવી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા "માનવ સેવા એ જ માધવ સેવા", વિદ્યા દાન મહા દાન ના મંત્ર સાથે સતત ત્રીજા તબક્કામાં આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ક્લબના સંસ્થાપક મિતેષભાઈ દવેએ જણાવ્યું હતું કે, કોઈપણ બાળક સંસાધનોના અભાવે શિક્ષણથી વંચિત ન રહે એ જ અમારો ઉદ્દેશ છે.