Monday - Jun 22, 2026

મોરબીમાં બે ટ્રક વચ્ચેની ટકકરમાં એક ટ્રકના ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત

મોરબીમાં બે ટ્રક વચ્ચેની ટકકરમાં એક ટ્રકના ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામ નજીક ગત તા.20ના રોજ બપોરના સમયે જીજે - 25 - યુ - 5357 નંબરના ટ્રક ચાલકે હાઇવે પર ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી સામેથી આવતા આરજે - 39 - જીબી - 1528 નંબરના ટ્રક સાથે પોતાનો ટ્રક અથડાવતા આ અકસ્માતમાં આરોપી ટ્રક ચાલક દિપક વિશ્વનાથ રજક રહે.સતના, મધ્યપ્રદેશ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે રાજસ્થાનના વતની ટ્રક ચાલક મંગલારામ હનુમાનરામ સારણે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.