મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ પર વિકાસ વિદ્યાલય નજીક આવેલ મફતિયાપરામાં રહેતા મનસુખભાઇ કાળુભાઈ મૂછડીયા ઉ.વ.40 વાળાને કોઈ કારણોસર વીજ શોક લાગતા કરુણ મોત નીપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ કરુણ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.