Monday - Jun 22, 2026

મોરબીના પેકેજીંગ કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

મોરબીના પેકેજીંગ કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી - માળીયા હાઇવે પર ટીંબડી પાટિયા પાસે આવેલ નચિકેતા પ્રિન્ટ પેકેજીંગ કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા સંજીતકુમાર રામસૂરત રાય ઉ.વ.28 વાળાએ ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.