Monday - Jun 22, 2026

કચરો એકત્ર કરી કૂવામાં નાખતી વખતે પડી જવાથી મનો દિવ્યાંગે જીવ ગુમાવ્યો

કચરો એકત્ર કરી કૂવામાં નાખતી વખતે પડી જવાથી મનો દિવ્યાંગે જીવ ગુમાવ્યો

ટંકારાના મિતાણા ગામે પગ લપસી જતા કૂવામાં પડી ગયેલા દિવ્યાંગ યુવાનનું કરુણ મોત

ટંકારા : સમગ્ર દેશમાં વર્ષોથી સ્વચ્છતા અભિયાનની વાતો અને ઝુંબેશો નિરર્થક સાબિત થઈ હોય ત્યારે માત્ર સ્વચ્છતાનો ડીંગો હાંકનારાઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટંકારા તાલુકાનો એક યુવાન મનો દિવ્યાંગ હોવા છતાં પણ તે સ્વચ્છતાનો ભારે આગ્રહી હોવાથી કચરો એકત્ર કરી કૂવામાં નાખતી વખતે પગ લપસી જવાથી તેને જીવ ગુમાવ્યો હોવાની ઘટના ટંકારા પોલીસ દફતરે નોંધાઈ છે.

ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર ખાતે રહેતા મનો દિવ્યાંગ જુગનુંભાઈ દિનેશભાઇ ગજેરા ઉ.વ.26 નામના યુવકનું ગત તા.19ના રોજ સવારના સમયે મિતાણા - નેકનામ રોડ પર શીતળા માતાજીના મંદિર પાસે આવેલ કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.નોંધનીય છે કે, મનો દિવ્યાંગ જુગનુભાઈ સ્વચ્છતાના આગ્રહી હોય કોઈપણ જગ્યાએ પડેલ નકામો કચરો એકઠો કરી ડસ્ટબીનમાં નાખવાની ટેવ વાળા હોય તા.19ના રોજ અવાવરું કૂવામાં કચરો નાખવા જતા પગ લપસી જવાથી કુવામા પડી જતા મૃત્યુ થયું હોવાનું તેમના પિતા દિનેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.