હળવદ : હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની સીમમાં ઘનશ્યામભાઈ ગોરધનભાઇ કગથરાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કરશનભાઇ ઉર્ફે ભુરો રાવલિયાભાઈ કનેજ ઉ.વ.35 ગત તા.25ના રોજ વાડીએથી નીકળી નવા ધનાળા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ગયા બાદ કોઈ કારણોસર કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.