તાલુકા પોલીસે રૂ.2.16 લાખની રોકડ કરી જપ્ત કર્યો, એક આરોપી ફરાર
મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે ગાળા ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડીને મોટું જુગારધામ ઝડપી લીધું છે. જેમાં 9 શખ્સોને રૂ.2.16 લાખની રોકડ સહિત રૂ.2.92 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં વિનોદભાઇ બચુભાઇ કડીવાર (રહે. વાઘપર, તા.જી. મોરબી) ના કબજા હેઠળની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન 9 શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસે આ દરોડામાં હર્ષદભાઈ મધુસુદનભાઈ હળવદીયા (રહે. જેતપર), અશ્વિનભાઈ હિરજીભાઈ ભટાસણા (રહે. શાસ્ત્રીનગર શેરી નંબર 3, રવાપર રોડ, મોરબી), ભાવેશભાઇ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઇ અમૃતીયા (રહે. જેતપર મોટી ટાંકી વાળી શેરીમાં), વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા (રહે. રવાપર ગામ એરીયા પાનવાળી શેરીમાં, મોરબી), જયદિપભાઇ અવચરભાઈ કગથરા (રહે. શુકન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 102, ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર રોડ, મોરબી), પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા (રહે. મૂળ જુના સાદુળકા, હાલ રહે. અમરનગર), ગણપતભાઈ મનહરભાઇ જાનવા (રહે. જેતપર ગૌશાળા સામે), જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર (રહે. વાઘપર) અને વાડીનો કબજો ધરાવનાર વિનોદભાઈ બચુભાઈ કડીવાર (રહે. વાઘપર) ની ધરપકડ કરી છે. જ્યારે લલીતભાઈ તીકમલશીભાઈ ઉર્ફે તીકુભાઇ સંઘાણી (રહે. જેતપર) નાસી ગયો હોવાથી તેને અટકાયત કરવાની કાર્યવાહી બાકી છે. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા 216000 અને 9 મોબાઈલ (કિંમત રૂપિયા 76000) મળીને કુલ રૂપિયા 292000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.