Tuesday - Sep 29, 2026

મોરબીમાં વોર્ડ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ

મોરબીમાં વોર્ડ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ

KGથી ધોરણ-12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું 4 ઓક્ટોબરે સન્માન કરાશે

મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 6માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 6ના KGથી ધોરણ-12 સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાની પહેલથી યોજાનારો આ વિદ્યાર્થી સન્માન સમારોહ તા. 4 ઓક્ટોબર, રવિવારના રોજ સાંજે 4 વાગ્યે શનાળા રોડ, સત્યમ પાનવાળી શેરી ખાતે આવેલી સિદ્ધિવિનાયક વાડીમાં યોજાશે. શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાનારા આ સમારોહમાં વોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

મોરબીમાં વોર્ડ-6ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ