Tuesday - Nov 17, 2026

મોરબીના મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી મહિલાનું કરુણ મોત

મોરબીના મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી મહિલાનું કરુણ મોત

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી તુલસી હાઇટ્સમાં રહેતાં 58 વર્ષીય હંસાબેન મનસુખભાઈ લાણીયાનું જોધપર નદી ગામ નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, હંસાબેન લાણીયા ગઈકાલે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર ઘરેથી નીકળ્યાં હતાં અને મચ્છુ-૨ ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં તેમના પુત્ર દ્વારા તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.