Tuesday - Nov 17, 2026

મોરબીના જેતપર રોડ પર ટ્રકની અડફેટે રસ્તો ઓળગતા ઓડિશાની મહિલાનું મોત

મોરબીના જેતપર રોડ પર ટ્રકની અડફેટે રસ્તો ઓળગતા ઓડિશાની મહિલાનું મોત

બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામે રોડ ક્રોસ કરતી વેળાએ અકસ્માત; પતિની ફરિયાદ આધારે ટ્રકચાલક સામે ગુનો

મોરબી : શહેરના જેતપર રોડ પર બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને ટ્રકચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં આવેલા ઇટાલેક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર્સમાં રહેતા હરીશભાઈ યતિશ્વર નાયક (ઉં.વ. 37)ના પત્ની સુનિતાબેન હરીશભાઈ નાયક (ઉં.વ. 38) જેતપર રોડ પર બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક કારખાના સામે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન ટ્રક નંબર GJ-12-AT-8298ના ચાલકે તેમને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરથી સુનિતાબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પતિ હરીશભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.