Thursday - Apr 23, 2026

હળવદમાં બે દિવસમાં બે શિયાળના અકસ્માતમાં કરુણ મૃત્યુ

હળવદમાં બે દિવસમાં બે શિયાળના અકસ્માતમાં કરુણ મૃત્યુ

હળવદ : હળવદમાં બે દિવસમાં અકસ્માતે બે શિયાળના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આજે માનસર પાસે માર્ગ અકસ્માતમાં એક શિયાળનું મોત થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વનવિભાગ દ્વારા આ પશુના વસવાટ અંગે જાગૃતિના બોર્ડ લગાવવાની જરૂર છે. માનસર સહિત આજુબાજુના વિસ્તારમાં શેરડીના વાવેતરના પગલે શિયાળનો વસવાટ છે. ત્યારે અહીં બોર્ડ લગાવવાથી વાહનચાલકોમાં જાગૃતિ આવે તો કદાચ કોઇ શિયાળનો જીવ બચે.