Friday - Jun 12, 2026

હળવદના અજીતગઢમાં ટીસીમાંથી ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવતીનું કરુણ મોત

હળવદના અજીતગઢમાં ટીસીમાંથી ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવતીનું કરુણ મોત

હળવદ : હળવદના અજીતગઢ ગામ પાસેની વાડીમાં એક યુવતીને ટીસીમાંથી વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના અજીતગઢ ગામે રજનીભાઇ પ્રેમજીભાઇ અગોલાની નેરી તરીકે ઓળખાતી વાડીએ કિર્તીદાબેન સામંતભાઇ ઉર્ફે અશ્વિનભાઈ ચૌહાણ ઉ.વ. 20ને ટીસીમાંથી વીજ શોક લાગતા તેઓનું મોત નીપજ્યું છે. આ મામલે હળવદ પોલીસે નોંધ કરી હેડ કોન્સ. એ.એમ.ઝાપડીયાએ આગળની તપાસ ચલાવી છે.