હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં નારાયણભાઈ ઘેલાભાઈ સાવડીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ કચ્છ રાપરના વતની નરેશભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ કોળી ઉ.વ.27 નામનો યુવક મગફળીના પાણી વાળતો હતો ત્યારે અચાનક ઝટકા વાયર ઉપર પડતા કરંટ લાગતા નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.