મોરબીનું ગૌરવ: માધવી સંદિપભાઈ રાઠોડે ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં 99.97 PR સાથે સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંક મેળવ્યો
મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-10 (SSC) ના પરિણામમાં મોરબીની તેજસ્વી વિદ્યાર્થિની કુ. માધવી સંદિપભાઈ રાઠોડે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. માધવીએ 99.97 પર્સન્ટાઈલ રેન્ક (PR) મેળવીને માત્ર રાઠોડ પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર મોરબી અને દરજી સમાજનું નામ રોશન કર્યું છે.
ઐતિહાસિક સફળતા પર નઝર કરીએ તો...
માધવીએ કુલ *600 માંથી 587 ગુણ* મેળવીને બોર્ડમાં *તૃતીય ક્રમાંક* હાંસલ કર્યો છે.
તેના વિષયવાર ગુણ પર નજર કરીએ તો:
સામાજિક વિજ્ઞાન: 100/100
વિજ્ઞાન: 100/100
ગણિત (Basic Maths): 100/100
સંસ્કૃત: 100/100
ગુજરાતી: 92/100
અંગ્રેજી: 95/100
આમ, ચાર મુખ્ય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી માધવીએ પોતાની અદભૂત પ્રતિભાનો પરિચય આપ્યો છે.
આ વિશેષ સિદ્ધિ બદલ શ્રી મચ્છુ કઠિયા સઈ-સુતાર (દરજી) જ્ઞાતિ ટ્રસ્ટ - મોરબી દ્વારા માધવીને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, માધવીની આ અથાક મહેનત, લગન અને દ્રઢ સંકલ્પનું જ પરિણામ છે કે આજે તેણે આટલા ઊંચા શિખરો સર કર્યા છે.
માધવીની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે માધવી પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. ભવિષ્યમાં પણ માધવી આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અનંત શુભેચ્છાઓ!