જવાહર નવોદય - 2026ના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું.
મોરબી:તાજેતરમાં જાહેર થયેલા જવાહર નવોદય વિદ્યાલય (JNV) - 2026 ના પરિણામમાં મોરબી તાલુકા અને જિલ્લામાં આવેલી શ્રી વનાળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. શાળા માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે.
આ પરિણામમાં શાળાના ટોપ-5 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ માર્ક્સ મેળવીને અદભુત સફળતા હાંસલ કરી છે.
તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે:-
* પ્રથમ ક્રમે: સમીર સુમરા (૭૩ માર્ક્સ)
* દ્વિતીય ક્રમે: નવ્યા અજાણા (૬૭ માર્ક્સ)
* તૃતીય ક્રમે: અલ્ફીઝા સુમરા (૬૩ માર્ક્સ)
* ચોથા ક્રમે: નમીરા સુમરા (૬૦ માર્ક્સ)
* પાંચમા ક્રમે: અરબીસ સુમરા (૫૭ માર્ક્સ)
આ જ્વલંત સફળતા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને બિરદાવતા જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રયાસ એ જ શાળાનું સાચું ગૌરવ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈને તેમણે શાળાનું નામ ઊંચું કર્યું છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન."
વધુમાં, આ તમામ તેજસ્વી તારલાઓ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે અને સફળતાના નવા શિખરો સર કરે તેવી શ્રી વનાળિયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.