Wednesday - Jun 10, 2026

હળવદની તક્ષશિલા વિદ્યાલયના ધો.6 ના બાળકો માટે સ્પર્ધાત્મક કસોટીની ક્વિઝ સ્પર્ધા યોજાઈ

હળવદની તક્ષશિલા વિદ્યાલયના ધો.6 ના બાળકો માટે સ્પર્ધાત્મક કસોટીની ક્વિઝ સ્પર્ધા યોજાઈ

મોરબી : વિજ્ઞાન, ટેકનોલોજી, જનરલ નોલેજ, રિઝનિંગ અને વ્યાકરણના પ્રશ્નોની ક્વિઝ ભવિષ્યમાં વિવિધ સ્કોલરશિપ અને સરકારી નોકરી માટે કામ લાગે તેવા પ્રશ્નોની તૈયારી હળવદની તક્ષશિલા વિદ્યાલયના ધો.6 ના બાળકો નાનપણથી સરકારી નોકરી માટે જરુરી જનરલ નોલેજ મેળવે અને વિવિધ સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતુ.

વિવિધ વૈજ્ઞાનિકોની સિધ્ધિ અને તેમના જીવનચરિત્રોની ક્વિઝમા અગ્રાવત શ્લોક, ડાંગર હિત, સુરેલા આર્યન અને કંઝારિયા મિતના ગ્રુપનો પ્રથમ રેન્ક આવ્યો હતો. જ્યારે રિઝનિંગની ક્વિઝમાં કણઝરિયા યશ, સોલંકી વચ્છરાજ કુંઢિયા યુવરાજ અને લખતરિયા વિજય ચુનીલાલના ગ્રુપે મેદાન માર્યુ હતુ. સુનિતા વિલિયમ્સ ગ્રુપના સભ્યો ચૌહાણ પૂર્વી અને પટેલ નવ્યા અશ્વિનભાઈએ ખગોળશાસ્ત્રની ક્વિઝમા ટોપ કર્યું હતુ. ક્વિઝના અંતે તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે તમામ વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્ય વાસુ ગોંડલિયા, અરવિંદ સોલંકી અને સુનિતાબેન રાવલે અભિનંદન આપ્યા હતા.

હળવદની તક્ષશિલા વિદ્યાલયના ધો.6 ના બાળકો માટે સ્પર્ધાત્મક કસોટીની ક્વિઝ સ્પર્ધા યોજાઈ