Monday - May 04, 2026

લજાઈ નજીક કારખાનામાં લોખંડનો દરવાજો ઘસી પડતા માસૂમ બાળકનું કરુણ મોત

લજાઈ નજીક કારખાનામાં લોખંડનો દરવાજો ઘસી પડતા માસૂમ બાળકનું કરુણ મોત

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામથી નસીતપર જવાના રસ્તે આવેલ કારખાનામાં બાળક રમતો હતો ત્યારે અચાનક લોખંડનો મોટો દરવાજો પડતા માસૂમ બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું કરુણ મોત નીપજ્યું હતું.

ટંકારા તાલુકાના લજાઈથી ટંકારા તરફ જવાના રસ્તે આવેલ મારુતિ પ્લાસ્ટિક નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રગનભાઈ ડાવરનો પાંચ વર્ષનો માસૂમ પુત્ર કારખાનામાં રમતો હતો ત્યારે ગત તા.13ના રોજ અચાનક લોખંડનો દરવાજો સંદીપ પર પડતા સંદીપને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પ્રથમ સંદીપને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.