મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા લીલાવતીબેન મગનભાઈ સાણંદીયા ઉ.વ.55 નામના મહિલા ગઈકાલે બપોરના સમયે અકસ્માતે પોતાના ઘેર પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.