Wednesday - Jun 17, 2026

મોરબીમાં ચામડાતોડ વ્યાજખોરને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

મોરબીમાં ચામડાતોડ વ્યાજખોરને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અવારનવાર વ્યાજવટાવના ગુનામાં પકડાયેલા એક શખ્સ સામે પાસા વોરંટ ઇસ્યુ કરાવી તેની અટકાયત કરી તેને વડોદરા જેલમાં ધકેલ્યો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા દ્વારા અવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલા લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અણદાભાઇ રાઠોડ (ઉ.વ.34) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ આરોપી મોરબી તાલુકાના થોરાળા ગામનો રહેવાસી છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આ પાસા પ્રપોઝલ મંજૂર કરીને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી આ શખ્સને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરીને મોકલી આપવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ અને સીટી એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.