વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પાર્વતીબેન નરેન્દ્રભાઈ પરમાર ઉ.વ.37 નામના પરિણીતા પોતાના ઘરના ફળિયામાં પાણી ચડાવવાની ઇલેક્ટ્રિક મોટર ચાલુ હોય જેને અડતા વીજશોક લાગવાથી ગઈકાલે બપોરના સમયે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.